Why are you struggling in English?
તમે English શીખી રહયા છો, કે શીખવાની ઈચ્છા રાખો છો.
તમારા માટે એક question છે.
Why are you struggling in English? તમે English માં કેમ struggle કરી રહયા છો ?
- તમે school માં ભણતા students છો, તમે English માં struggle કરી રહયા છો.
- તમે college માં ભણતા students છો, તમે English માં struggle કરી રહયા છો.
- તમે job કરતા professional છો, તો પણ તમે English માં struggle કરી રહયા છો.
- તમે કોઈ પણ પ્રકારના English learner છો, તમે English માં struggle કરી રહયા છો.
સાચું કે નહિ ?
અને એ પણ ઘણી બધી જગ્યાએ English શીખવા છતાં.
school માં ઇંગલિશ શીખવાડવા માં આવે છે.
college માં પણ તમે English ભણો છો.
school અને college માં English શીખ્યા પછી, તમે spoken English ના class પણ join કરો છો.
અને અત્યારે તો you tube, Instagram, બીજા social media, websites, applications, Even AI થી પણ લોકો English શીખવાનો પ્રયત્ન કરી રહયા છે.
આટલા બધા resources છે આપણી પાસે but still.
Students are not able to give 5 minutes presentation in English.
કેમ ?
- કેમ students 5 minutes નું presentation પણ English માં આપી શકતા નથી?
- કેમ students કોઈ standard magazine, book કે newspaper વાંચીને સમજી શકતા નથી ?
- કેમ students essays, letters. Applications કે કોઈ topic grammar ની ભૂલ કર્યા વગર લખી શકતા નથી?
- કેમ students કોઈ પણ વ્યક્તિ સાથે English માં confidence સાથે વાતચીત કરવા સક્ષમ નથી ?
- કેમ students competitive exams માં English મા જ સૌથી વધારે struggle કરે છે? Even they are not able to give their introduction properly.
આ reality છે.
પણ આટલા બધા resources હોવા છતાં, આવું કેમ થઇ રહ્યું છે ?
તમે ક્યારેય એના કારણો શોધવાનો પ્રયત્ન કર્યો છે ?
કદાચ કર્યો હશે અને તમને તમારા level પર ઘણા કારણો મળ્યા પણ હશે.
ઘણા લોકો કહે છે grammar સારું નથી આવડતું એટલે English સારું નથી આવડતું. એટલે grammar english ન આવડવાનું એક કારણ હોઈ શકે.
બીજા એમ કહે છે કે આજુ બાજુ english નું વાતાવરણ નથી, ઘણા vocabulary ને કારણ ગણે છે. ઘણા ને પૂરતી practice નથી મળતી એ કારણ હોય છે.
અહીં, મેં એના ચાર main કારણો શોધ્યા છે જેના કારણે આપણે આટલું બધું struggle કરીએ છીએ. એ ચાર કારણો આપણે અહીં step by step ચેક કરીશું.
પણ સૌથી પહેલા તમારા મનમાં એક પ્રશ્ન થશે કે,
english ન આવડવાના કારણો અને એનું solution મને આ platform પર મળશે?
મારી grammar ની ભૂલો, vocabulary ની અડચણો, Communication problems, Reading comprehension એટલે કે reading સમજવાં ના પ્રશ્નો.
એ બધું આ platform પર solve થશે ?
જવાબ છે, 100% થશે. I am pretty confident of that.
તો પછી તમે કહેશો કે એતો બધી જ જગ્યા એ લોકો કહેતા જ હોય છે ને ? આ platform માં એવું શું ખાસ છે?
તો અહીં બે વાતો ખાસ છે
એક તો એ કે અહીં જે તમે શીખશો એ પછી grammar નો કોઈ point હોય કે પછી reading કે પછી communication કે બીજું કશું પણ, એ theoretical અને grammatical way of teaching નઈ હોય. અત્યાર સુધી માં તમે લગભગ બધી જ જગ્યાએ એક જ system થી English ભણ્યા છો ભલે એ school હોય college હોય કોઈ spoken English class હોય કે પછી social media.
કઈ પદ્ધતિ ?
કાળ વાળી પદ્ધતિ, grammar ના નિયમો વાળી પદ્ધતિ, ગોખણપટ્ટી વાળી પદ્ધતિ.
આ plateform પર જે પધ્ધતિ થી તમે English શીખશો એ communication ના angle વાળી પધ્ધતિ હશે.
અને બીજી ખાસ વાત
આ platform પર હું તમને જેટલી પણ વાત કરીશ. એ પછી English ના struggle ને લઈને હોય કે પછી grammar નો કોઈ point હોય, vocabulary improvement, Reading કે Communication કે બીજું કશું પણ હોય
એ બધું જ systematically હશે.
That means કે હું મારા ક્લાસ માં જે રીતે ભણાવું છું એજ રીતે બધું જ chapter by chapter, From the beginning to end, basic to advanced હશે.
કશું જ random નહિ હોય, અસ્તવ્યસ્ત નહીં હોય. English ની નાની સરખી વાત પણ chapter by chapter જ હશે.
હવે વાત મારા દાવા ની કે આ platform તમારા English learning માં drastic change લાવશે.
એ માટે, હું તમને એમ નહિ કહું કે હું તમને એક કલાક માં કે બે કલાક માં કે એક બે વિડિઓ માં કે પછી પાંચ PDFs માં કે પછી ચપટી વગાડતા જ બધું શીખવી દઈશ.
હું તમને ફક્ત એટલું જ કહીશ કે જો તમે ક્યાંક English માં struggle કરી રહયા છો, તો આ platform પર systematic English learning ના 13 chapters જે ફ્રી જ છે એ વાંચજો.
જો તમે આ 13 chapters વાંચી શક્યા તો તમે English માં એક નવી positivity ફીલ કરશો.
તમે English ને લઈને જે ડર અનુભવો છો એ દૂર કરી શકશો.
grammar, communication, reading comprehension, vocabulary. English ભાષા ના બધા જ parts અહીં તમે શીખશો અને જીવન માં પહેલી વાર તમે ફીલ કરશો કે English આટલું easy પણ હોઈ શકે છે.
The Four Reasons
તો ચાલો એ કારણો જોઈએ કે જે તમને English શીખવાથી રોકી રહ્યા છે.
English ના આવડવાનું સૌથી પહેલું અને કદાચ સુધી ઘાતક કારણ એ છે કે students ને ઓછા માં ઓછી મહેનત અને ઓછા માં ઓછા સમય માં result જોઈએ છે. અને સામે classes પણ એવા જ છે કે તમને ઓછા માં ઓછા સમય માં અને ઓછા માં ઓછી મહેનત માં English શીખવવાનો દાવો કરે છે.
આ બે વાક્યો પર ખાસ focus કરજો. ઓછા માં ઓછા સમય માં અને ઓછા માં ઓછી મહેનત માં. ઘણી જગ્યાએ તો વગર મહેનતે.
૧ મહિના માં, ઘણી જગ્યાએ ૧ વીક માં અને ઘણી જગ્યાએ તો એક જ વિડિઓ માં.
Are you serious?
English learning skill, આટલી મોટી વસ્તુ, આટલી deep વસ્તુ. એક એવો અંદાજ છે કે English માં 1 લાખ કરતા પણ વધારે શબ્દો છે, એના સિવાય grammar, communication, reading comprehension છે.
સારું English બોલવું, સારું English લખવું, શબ્દો આવડવા, શબ્દો ને સાચી રીતે use કરવા એક skill છે. અને લોકો કહી રહયા છે કે એ તમને મહેનત કર્યા વગર જ શીખવી દેશે ?
It's ridiculous.
એટલે સૌથી પહેલું કારણ કે જેના લીધે students struggle કરી રહયા છે એ આ છે. આ લાલચ કે અમે કશું જ મહેનત કર્યા વગર, કોઈ efforts આપ્યા વગર જ English શીખી લઈશું.
ઈંગ્લીશ નહિ, દુનિયા ની કોઈ પણ skill એ પછી computers હોય કે AI, PLUMBING હોય કે dancing, singing હોય કે બીજી કોઈ skill. જો તમારે એ skill શીખવી છે તો તમારે સમય આપવો પડશે, મહેનત કરવી પડશે.
હવે આ તો હું કહું છું, પણ એવા કેટલાય classes, social media page કે channel છે જે તમને વગર મહેનતે કોઈ પણ પ્રકારના efforts આપ્યા વગર English શીખવવા નો દાવો કરે છે
એ લોકો એમ કહે છે કે મહેનત કર્યા વગર જ ઇંગલિશ આવડી જશે અથવા તો એમની જોડે કોઈ જાદુ ની છડી કે અલાદીન નો ચિરાગ છે જે એ તમારા પર ફેંકશે ને તમને ઇંગલિશ આવડી જશે.
તો as a student તમારે તમારી બુદ્ધિ થી વિચારવાનું છે કે કઈ વાત વધારે logical છે
અત્યારે random English learning ખુબ જ વધી ગયું છે. Offline classes માં તો systematic learning ની આશા રાખી શકીએ પણ Social media માં અને ખાસ કરીને reels અને shorts માં આપણે જે english શીખી રહયા છીએ એ બધુજ random છે. ઘણી ઓછી જગ્યાએ systematic શીખવાડી રહયા છે.
હવે systematic એટલે શું ? From the beginning to end, chapter by chapter. પહેલી વસ્તુ પહેલા આવે, પછી બીજી, પછી ત્રીજી એમ step by step બધી જ વસ્તુઓ આવે
તમે એ રીતે શીખી રહયા છો ? ના.
તમે બધું આડું અવળું, અસ્તવ્યસ્ત, random શીખી રહયા છો.
કોઈ એક જગ્યાએ થી ચાર શબ્દો શીખી લીધા, તો કોઈ બીજી જગ્યાએ થી એક grammar નો point શીખી લીધો કે ત્રીજી જગ્યાએથી ચાર પાંચ વાક્યો શીખી લીધાં
પણ grammar નો જે point તમે શીખ્યા એના પહેલા કે એના related કોઈ વસ્તુ હોય તો એ તો તમને ખબર જ ના હોય. જેમ કે તમે social media માં કોઈ એક જગ્યા એ થી કાળ શીખવા માંગો છો. પણ હવે કાળ શીખતાં પહેલા તમારો verbs એટલે કે ક્રિયાપદ પર સારો command હોવો જોઈએ, પણ verbs ની માહિતી ત્યાં હોતી નથી.
Verbs શીખ્યા વગર કાળ શીખવા એ ઘડિયા શીખ્યા વગર ગુણાકાર-ભાગાકાર શીખવા બરાબર છે. એટલે એ video માં તમે કાળ તો કદાચ શીખી લો પણ verbs ના સારા command ના અભાવે તમારા રોજબરોજના communication માં એનો ઉપયોગ ના કરી શકો. અને એનાથી મોટું નુકસાન એ કે તમને તો એવું જ લાગે કે હું કાળ શીખી ગયો છું.
આપણા આ platform પર verbs નું એક આખું chapter છે જેમાં ફક્ત verbs જ સમજાયા છે.
Detail માં, proper way માં.
આ વાતને proper સમજાવવા માટે એક બીજું example લઈએ.
“Let me.”
Let me + V1 એક structure છે જેનો અર્થ “મને કરવા દો” એવો થાય.
હવે માનો કે તમે જે reel કે short માં let me જોયું હોય ત્યાં તમને let me તો ખૂબ જ easy છે
“इसी वीडियो में आपको समझा दूँगा, दूसरा कोई वीडियो देखने की ज़रूरत नहीं है।” વગેરે વગેરે મોટી મોટી વાતો કહી હોય.
અને બે-ત્રણ example આપ્યા હોય.
- Let me go: મને જવા દો
- Let me come: મને આવવા દો
- Let me see: મને જોવા દો.
Video જોઈને તમે ખુશ કે આજે તો ‘let me’ completely શીખી લીધું.
પણ હવે આગળ જોઈએ.
Let me + V1 તો છે જ
પણ Let us + V1 : અમને જવા દો
- Let them +V1 : તેઓને જવા દો
- Let him +V1 : તેને જવા દો
- Let her +V1 : તેને જવા દો
- Let it +V1 : તેને જવા દો, પણ આ જ structure ના ભાગ છે એ કોણ કહેશે ?
આ બધી detail તો એ video માં હોય જ નહીં. ચાલો, ના હોય એ બરાબર કે 1:30 minute માં આટલું જ શક્ય બને. પણ એ video માં એવી વાત નથી હોતી કે આના પછી તમે detail માં study કરજો.
ત્યાં તો “इस वीडियो के बाद आपको कोई वीडियो देखने की ज़रूरत ही नहीं।” એવી વાત હોય.
ટૂંકમાં, તમારી પાસે જે નોલેજ આવ્યું એ અધૂરૂ આવ્યું. એવી કહેવત છે કે અધૂરું જ્ઞાન ખુબ ખતરનાક હોય છે અને આપણે અત્યારે મોટેભાગે અધૂરું જ્ઞાન જ લઇ રહયા છીએ. હવે તમે કહો કે શું વધારે better રહેશે? આ રીતે Random English શીખીને અધૂરું જ્ઞાન લેવું કે પછી English ને systematically શીખવું.
તમને એક પ્રશ્ન પૂછું જે હું દરેક English learner ને પૂછું છું.
કે ઇંગલિશ શું છે ?
Subject છે?
course છે?
કે ભાષા છે ?
તો જવાબ એ છે કે English ભાષા છે.
આજ પ્રશ્ન ને આપણે બીજી રીતે પૂછીએ કે તમે ઇંગલિશ કઈ રીતે શીખ્યા ?
Subject ની જેમ? course ની જેમ ? કે પછી ભાષા ની જેમ ?
તો જવાબ એ છે કે English ભાષા છે, પણ આપણે એને subject અને course ની જેમ શીખી છીએ.
schools અને colleges માં આપણે english subject ની જેમ શીખીએ છીએ અને classes અને બીજી બધી જગ્યા એ course ની જેમ. કોઈ જગ્યા એ આપણે english ને ભાષા ની જેમ શીખતાં નથી.
એટલે જ આપણે English ઓછું સમજીએ છોએ અને ઓછું જાણીએ છીએ.
હવે ભાષા, language શીખવી એટલે શું ?
કોઈ પણ ભાષાના મુખ્ય ચાર section હોય છે.
- Listening: સાંભળવું
- Reading: વાંચવું
- Speaking: બોલવું
- Writing: લખવું
હવે એ ભાષા આવડવી એટલે શું ? અથવા તો તમે ક્યારે એવું કહી શકો કે મને English આવડે છે અથવા તો real English learning એટલે શું ?
જ્યારે તમે આ ચાર main pillars ઉપર થોડું ઘણું પણ પ્રભુત્વ ધરાવતા હોય.
સારું નહિ તો, at least reasonable, કામ ચાલી જાય એવું
તમે school going student છો, તો તમારા level પર. College going છો તો એ level પર. અને તમે કોઈ job કરતા professional છો તો એ level પર
Listening: જ્યારે કોઈ વ્યક્તિ English બોલે તો તમે એ સમજવા માં સક્ષમ હોવા જોઈએ
Speaking: એટલે કે તમે English બોલવા માટે સક્ષમ હોવા જોઈએ plus એ સામે વાળા ને પણ સમજાવું જોઈએ.
Reading: એટલે કે તમે કોઈ પણ standard newspaper, magazines કે books વાંચીને સમજવા માટે સક્ષમ હોવા જોઈએ. તમારા level ની કોઈ પણ બુક
Writing: એટલે કે તમે English માં letters, application કે કોઈ topic કોઈ પણ પ્રકારની ભૂલ કર્યા વગર લખવા સમર્થ હોવા જોઈએ.
ગુજરાતી અથવા તો તમારી માતૃભાષા માં તમે આ ચારેય sections માં પ્રભુત્વ ધરાવો છો.
પણ શું તમે English માં Listening, Reading, Writing અને Speaking માં ગુજરાતી જેવુ જ પ્રભુત્વ ધરાવો છો ?
ચાલો ગુજરાતી જેવુ નહીં તો at least વ્યવ્હારમાં ચાલી જાય એટલુ પ્રભુત્વ ધરાવો છો?
No a big no
આવું કેમ થયું ? કેમકે તમે ઇંગલિશ ને ભાષા ની જેમ નથી શીખ્યા તમે એને subject કે course ની જેમ શીખ્યા છો.
અને એ course માં ફક્ત grammar છે અને grammar ના નિયમો છે.
કયો કાળ ક્યાં ઉપયોગ માં આવે. કયા કાળ નું શું નામ છે ?
grammar ના કયા point ને કઈ રીતે ઓળખવો.
જ્યારે આપણે English શીખવાની શરૂઆત કરીએ છીએ તે દિવસ થી જ આપણે grammar ના અલગ અલગ નિયમો ગોખવાનું શરૂ કરી દઈએ છીએ.
આને ભૂત કૃદંત કહેવાય, આને વર્તમાન કૃદન્ત કહેવાય, આને article કહેવાય
પ્રથમ પુરુષ એક વચન, બીજો પુરુષ એક વચન, સાદો વર્તમાન કાળ, નામ, સર્વનામ, preposition.
આપણે આ બધું જ ગોખી નાખીએ છીએ અને આ ગોખીને એમ માની એ છીએ કે આપણે ઇંગલિશ શીખ્યા.
પણ જ્યારે કોઈ ની સામે English બોલવાનું થાય કે લખવાનું થાય કે પછી કોઈ બુક કે newspaper વાંચીને સમજવાનું થાય.
ત્યારે આપણે struggle કરીએ છીએ.
કેમ ?
કેમ કે આપણે જાણતા નથી કે ભાષા શીખવી એટલે શું ?
ભાષા શીખવી એટલે આ ચાર sections માં powerful થવું
school માં, college માં કે કોઈ spoken English ના class માં કે કોઈ social media ના plateform માં ભાષા ના આ parameters Listening, Reading, Writing અને Speaking વિષે વાત છે.
ના.
ત્યાં તો ફક્ત grammar ની વાત છે. કાળ ની વાત છે.
તો પછી ઇંગલિશ નું આ struggle સ્વાભાવીક છે.
એટલે real ઇંગલિશ learning થી આપણે ખુબ જ દૂર છીએ.
એટલે English શીખવું. Real English શીખવું એટલે listening, reading, writing અને speaking ને સારી રીતે જાણવા અને સારી રીતે સમજવા.
નહિ કે grammar ના નિયમો ગોખવા.
ચાલો માની પણ લઈએ કે ગ્રામર શીખવું એ ઇંગલિશ શીખવા માટે ખુબ જ જરૂરી છે. પણ grammar આપણે કઈ રીતે શીખી એ છીએ એ પણ મહત્વનું છે.
એના base પર જ આપણું ચોથું કારણ છે.
ઇંગલિશ માં reading, listening, writing અને speaking સમજવા માટે બે વસ્તુઓ ની જરૂર પડે છે એક grammar અને બીજું words.
તમે કોઈ book કે news paper વાંચો તો એને સમજવા માટે તમારે grammar ની પણ જરૂર પડે અને શબ્દો સમજવાની પણ જરૂર પડે.
એજ રીતે તમારે કોઈ ની સાથે વાતચીત કરવી હોય કે કોઈ topic લખવો હોય તો પણ grammar અને words ની જરૂર પડે.
પણ શબ્દો વિષે એટલે કે Vocabulary improvement વિષે તો કોઈ વાત જ નથી થતી.
(આ platform પર systematic English learning ની journey માં આપણે vocabulary improvement, શબ્દો નું મહત્વ, એને કઈ રીતે શીખી શકાય અને કઈ રીતે એને writing અને speaking માં વાપરી શકાય એ બધું જ શીખીશું)
પણ અત્યારે આપણે કોઈ પણ spoken english course વિચારીએ તો vocabulary વિષે કોઈ વાત થતી નથી.
બસ grammar, grammar અને grammar. અને એમાં પણ કાળ, કાળ ને કાળ.
પણ આપણે જે કાળ અથવા grammar શીખીએ છીએ એ પણ ભાષા શીખવાના angle થી એટલે કે communication ના angle થી નથી શીખતાં આપણે બસ નિયમો જ ગોખીએ છીએ.
એક પ્રશ્ન તો તમે બધાએ તમારા English teacher ને પૂછ્યો જ હશે ?
કે સર English બોલવા કે શીખવા શું કરવું ?
અને સર નો જવાબ હશે, કાળ શીખી લો એટલે English આવડી જશે. Broadly જોઈએ તો grammar શીખી લો એટલે English આવડી જશે.
હવે તમે મને એ કહો કે તમે કેટલી વાર કાળ શીખ્યા હશો ?
school માં લગભગ દરેક ધોરણ માં એક વખત તો કાળ શીખીએ જ છીએ. પછી tution માં પણ કાળ શીખી એ છીએ. કોઈ spoken English ના class માં પણ એજ કાળ શીખીએ છીએ. અને અત્યારે social media માં પણ કાળ શીખીએ છીએ તો પછી આટલું struggle કેમ?
અને મઝાની વાત એ છે કે બધી જ જગ્યાએ method same છે.
કાળ આવડવાથી જ English આવડી જતું હોય તો પછી આટલું struggle કેમ?
એનું એક કારણ એ છે કે ફક્ત કાળ આવડવાથી English આવડી જતું નથી. કારણ કે કાળ સિવાય પણ English માં ઘણું બધું છે જે શીખવું જરૂરી છે.
બીજું કે તમે જે પણ કાળ શીખો છો અથવા English માં કશું પણ grammar શીખો છો એ કઈ રીતે શીખો છો એ પણ મહત્વનું છે
ઉપર કહી એ બધી જ જગાએ આપણે કાળ કે ગ્રામર શીખીએ તો છીએ પણ technical angle થી શીખીએ છીએ communication ના angle થી નહીં.
Let's take an example.
આપણે એક કાળ લઈએ. બધાજ topic ના લઇ શકાય એક કાળ લઈએ.
પૂર્ણ વર્તમાન કાળ
તો મોટેભાગે present perfect tense આપણે આ રીતે શીખી એ છીએ.
સૌથી પહેલા આવશે એની definition : મોટેભાગે આ કાળની કોઈ definition બતાવવામાં આવશે કે આ કાળ ક્યાં ઉપયોગ માં આવે કેવી situation માં લાગુ પડે. પણ definition મોટેભાગે technical જ હોય practical હોતી નથી એટલે જ students ને કોઈ idea આવતો નથી કે exactly present perfect tense શું છે
એના પછી structure
- Affirmative : Subject + has/have + Past Participle (V3) + Object + other
- Negative: Subject + has/have + not + Past Participle (V3) + Object + other
- Interrogative: Has/Have + Subject + Past Participle (V3) + Object? + other
- Negative Interrogative: Has/Have + Subject + not + Past Participle (V3) + Object? + other
- WH-Interrogative: WH-word + has/have + Subject + Past Participle (V3) + Object? + other
Structures પુરા થાય એટલે આ કાળ ઓળખવાના શબ્દો હશે જેને key words પણ કહે છે
Keywords
- Just
- Already
- Yet
- Ever
- Never
- Recently
- Lately
- So far
- Till now
તમે બધા અલગ અલગ જગ્યાએ કાળ આ રીતે જ ભણ્યા હશો ?
અહીં તમને પૂર્ણ વર્તમાન કાળ શું છે એ ખબર પડી ગયી ? એ કાળ નું positive, negative, questions, wh question ખબર પડી ગયી. Key words પણ જોયા
પણ આ આખાએ કાળ ની explanation માં એ કાળ ને use ક્યાં કરવો એ આવ્યું ?
ના.
હવે નીચેના વાક્યો જુઓ.
- મેં હમણાં જ ચા પીધી છે,
- હું હમણાં જ આવ્યો છું,
- મેં તાજમહેલ જોયું છે,
- મેં પરીક્ષા આપી છે.
આ બધા જ વાક્યો પૂર્ણ વર્તમાન કાળ ના છે.
હવે યાદ કરો કે તમે જે પણ જગ્યાએ પૂર્ણ વર્તમાન કાળ શીખ્યો હોય એ જગ્યાએ આ રીતે પ્રેક્ટિકલી કોઈ વાક્ય તમને પૂછયું હોય કે કાળ શીખ્યા પછી ગુજરાતી માંથી english કે english માંથી ગુજરાતી વાક્યો નું translation કરાવ્યું હોય એવું યાદ છે?
મારી પાસે જેટલા પણ students આવે છે એ બધાએ ક્યાંક ને ક્યાંક પૂર્ણ વર્તમાન કાળ શીખ્યો હોય છે. પણ મોટેભાગે એ આ વાક્યો નું translation નથી કરી શકતા.
અને આપણે એ પ્રેકટિકલી સાબિત કરી શકીએ છીએ કે ૧૨ કાળ સારી રીતે શીખ્યા પછી પણ મોટાભાગના students એજ કાળ ના વાક્યો ને english માં translate કરી શકતા નથી.
અને એની સૌથી મોટી સાબિતી છે આટલા બધા spoken English classes, offline અને online પણ.
કારણ કે જો કાળ આવડવાથી જ English આવડતું હોય તો બાળક school માં બધા કાળ already શીખીને જ બેઠો હોય છે.
સ્કુલ માં already કાળ શીખી લીધા હોય છે તો એની એજ method થી બીજી જગાએ એજ કાળ શીખવાનો કોઈ મતલબ ખરો ?
તમે એ વાત થી તો ચોક્કસ સહમત હશો કે બધીજ જગાએ કાળ શીખવવાની method same છે.
એટલે આખા પૂર્ણ વર્તમાન કાળ ની કથા નો કોઈ જ અર્થ ના રહ્યો.
હવે તમે મને એમ કહો કે પૂર્ણ વર્તમાન કાળ કે કોઈ પણ કાળ કે grammar નો કોઈ પણ point આપણે શા માટે શીખીએ છીએ ?
Communication માટે!
પણ જો તમને Communication જ ના ફાવે તો એ નામ યાદ રાખવાનો કોઈ અર્થ ખરો ?
કોઈ અર્થ નહીં.
તમે જયારે કોઈની સાથે વાતચીત કરો છો,
ત્યારે આ રીતે કરો છો ?
- મેં હમણાં ચા પીધી છે (પૂર્ણ વર્તમાન કાળ).
- હું કાલે આવીશ (સાદો ભવિષ્ય કાળ).
- હું વાતો કરી રહ્યો છું (ચાલુ વર્તમાન કાળ).
કે પછી કોઈ મમ્મી પોતાના નાના બાળક ને એમ તો નથી ને કહેતી ને કે બોલ બેટા સાદા વર્તમાન કાળ નું વાક્ય બોલ!
હવે આપણે શું શીખવું જોઈએ.
- I have just taken tea એટલે મેં હમણાં ચા પીધી છે.
- I will come tomorrow એટલે હું કાલે આવીશ
- I am talking એટલે હું વાતો કરી રહ્યો છું
કે પછી એને કયો કાળ કહેવાય?
તો આ રીતે તમે ફક્ત કાળ ના નામ ગોખ્યા છે. grammar ગોખ્યુ છે. noun, pronoun, tenses, direct indirect, passive, sub ordinate clause અને બીજા ફક્ત technical નામ જ ગોખ્યા છે.
હવે આ રીતે કાળ કે grammar શીખ્યા પછી બાળક એક વિચિત્ર situation માં હોય છે. તેને કાળ ના નામ આવડે છે, grammar પણ આવડે છે પણ English બોલતા આવડતું નથી.
હવે તમે તપાસ કરો કે કોઈ એવી જગ્યા છે કે જ્યા આપણે communication ના angle થી English શીખી શકીએ.
બધે એક જ વાત છે કાળ ગોખો, નિયમો ગોખો, grammar ગોખો.
grammar ખરેખર શું છે અને આપણે એનો શું અર્થ કર્યો છે?
કોઈની સાથે ઇંગલિશ માં વાત કરવા કે કોઈ બુક વાંચીને સમજવા કે પછી કોઈ topic લખવા આપણે grammar ને real angle, practically communication ના angle થી સમજવું પડે.
Real English communicative English તમે ત્યારે જ શીખી શકો જયારે તમે English ને ભાષા ની જેમ communication ના angle થી શીખો.
જે આપણે આ platform પર systematic English learning માં chapter by chapter શીખવાના છીએ
આપણે અહીં English ને subject ની જેમ નહિ ? course ની જેમ નહીં? પણ ભાષા ની જેમ શીખવાના છીએ.
આપણે અહીં grammar ના બધાજ point શીખીશું કોઈ જ વસ્તુ બાકી રહેશે નહિ પણ બધું જ communication ના angle થી.
આપણો આ course chapter by chapter છે. કશું જ random નથી બધુજ systematic છે.
જો તમારે English માં communication કરવું છે તો તમારે એક પછી એક chapters વાંચીને એમાં જે knowledge અને guidance આપવામાં આવે એને પ્રામાણિકતા થી follow કરવાનું છે
Ready to End Your English Struggle?
There are two things I'll ask of you. First, from today, let go of the idea that English will come to you without effort — the guidance here is real, but it only works if you put in the work. Second, be patient. This journey is chapter by chapter, and it's worth watching in full, in order. If you're ready to actually understand why you struggle — and finally fix it — this is where your English Journey begins.
Start Your English JourneyThe Chapters Ahead
Systematic English Learning is chapter by chapter, from the beginning to the end — here's a glimpse of what's next.
Chapter 1
How to Use This Portal for Maximum Benefit
મહત્તમ ફાયદા માટે આ portal નો ઉપયોગ કઈ રીતે કરવો
Chapter 2
Verbs: The Heart of English Language
Verbs: English ભાષાનું હૃદય
Chapter 3
Structure Pattern in English
English માં વાક્ય રચનાની પદ્ધતિ
Chapter 4
The Golden Rule
English ને perfectly સમજવાનો Golden Rule
